ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
કિરણસિંહ ચૌહાણ
vaah! gamI.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે!
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
બસ આટલું મળે એટલે છેડા લગ પંહોચી ગયા માનજો.
વાહ, કિરણભાઇ વાહ.
wow..thats very nice creation
અરે વાહ બોસ… મજા આવી ગઈ.
એકદમ મસ્ત મજાની ગઝલ…. ગમતાં શે’રની પસંદગીમાં તો આખી ગઝલ અહીં ફરી મૂકવી પડે… બધા જ શે’ર સોંસરવા ગયા… અભિનંદન.
કવિની ખુમારી બખૂબી પ્રગટ કરતી સુંદર ગઝલ..
મત્લાનો શેર અદભૂત થયો છે..
વાહ કિરણભાઈ,
યાચના,કામના જેવા કાફિયા પાસેથી પણ ધાર્યું કામ લઈ શકાયું છે અને એટલે રદીફને ય સુંદર નિખાર મળ્યો છે.
સરવાળે,
કિરણ ટચની અસર આખી ગઝલને એક હાઈટ આપે છે.
-અભિનંદન દોસ્ત!
Aapne avi nathi ramvi ramat jema satat
Anya hari jai avi kamna karvi pade…
very very brave…Only people who constantly creates winners in this world…who is not afraid of some one’s winning…can imagine something like that…This world belongs to them…We are among the people who are constantly skeptical of abundant grace of god…in life…when they find a simple happiness in life…that is not enough…Every solution to the problem has to be win win to have an effective change…otherwise problem repeats its self in different shape and form.
Dipak Shah
Boston
SARAS GAZAL ANE BDHA SHER ARTHPURNA RAHYA CHE. congratulations!!!!!!!!!!!!!
સરસ ગઝલ.
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આખી ગઝલ સરસ છે પણ આ શેર મને બહુ ગમ્યો.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
ખુબ સુંદર ગઝલ દાદ દેવી ગમે તેવી..વાહ કિરણભાઇ વાહ.
Really Touchy yar…! After a long time I made a visit of ur blog ! Its just next to Heaven, its true……
સાદ્યંત સુંદર ગઝલ…
બધા શેર સંતર્પક થયા છે…
વાહ …. મસ્ત ગઝલ… !!
તમારી આ ગઝલનાં પ્રતિભાવમાં ….
http://webmehfil.com/?p=2168
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
very nice
Lata Hirani
Very nice Gazal! Enjoyed on Webmehfil too!
Sudhir Patel.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
saras
ક્યા બાત હૈ … બધા જ શેર પર વાહ કહેવાનું મન થાય તેવી ગઝલ.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
- વાહ !
[...] પર ખાંખા-ખોળા કરતા કિરણભાઈની સાઈટ મળી ગઈ) Rate this:લેખ બીજા સુધી [...]