મિત્રો, એક નવી રચના મૂકી રહ્યો છું. જે કાગળ પર લખાય એ પહેલા હ્રદયમાંથી સીધી બ્લોગ પર ઊતરી રહી છે.
મોડો પહોંચે દરેક મોકે,
ને નસીબની પત્તર ઠોકે !
છાપ અમારી સારી તેથી,
જયાં ને ત્યાં આદર્શો રોકે !
જે હો સીધેસીધું ક્હે ને !
શું છે આ જો કે, ધારો કે…?
એણે કીધું છૂટા પડીએ,
મેંય હસીને કીધું, ‘ઓ.કે.’
ગઝલ લખી મન શાંત થઇ ગયું,
બાળક વળગ્યું માની ડોકે.
કિરણસિંહ ચૌહાણ
મોડો પહોંચે દરેક મોકે,
ને નસીબની પત્તર ઠોકે !
જોરદાર ઉપાડ…
ramatyaal chhataa dhar daar ghazal….i can add SHAANE MAARE KAHEVU EVU ? KAHI DIDHU HO PAHELAA KOKE ??!!
GO ON GO AHEAD !!
મસ્ત મજાની હળવી રચના… સલામ બોસ !
આના શે’ર તો રોજીન્દા વ્યવહારમાં એકદમ મજાથી વપરાય એવા થયા છે એટલે બધા મોઢે કરી લેવા પડશે…
સમાજની-આપણી આજુબાજુની પરિસ્થિતિની કટુ વાસ્તવિકતાનો એક હળવા મૂડમાં મધુર ચિતાર…સાવ ટૂંકી બહેરમાંયે કિરણે સુંદર નકશીકામ કર્યું છે જે ખરેખર સ્પર્શી જાય છે ! keep it up…દોસ્ત !
સુંદર રચના… મજાની રવાની અને અર્થસભર શેર…
બોલચાલનો કાકુ સુપેરે ઉપસ્યો છે…
મોડો પહોંચે દરેક મોકે,
ને નસીબની પત્તર ઠોકે ! mast che.gazal gale utari gai.
સરસ ગઝલ. બધા શેર ગમ્યા.
[...] સાંનિધ્ય [...]