મિત્રો, આજે અમારો પુત્ર પલ્લવ છ વર્ષ પૂરા કરીને સાતમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. અમારા જીવનમાં એના એના પ્રવેશ પછી કવિતા લખવાની અને કવિતા જીવવાની મજા કંઇક અનેકગણી વધી ગઇ છે. શરૂઆતમાં એ બહુ જ ડાહ્યો અને શાંત હતો એ જોઇને મને ને સ્મિતાને ચિંતા થતી પણ પછી ધીમે ધીમે એ થોડી ધમાલ–મસ્તી કરતો થયો ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો.આ છ વર્ષનો આનંદ આ એક કવિતામાં વ્યક્ત કરું છુ.
‘ટાટા’ કરતી હથેળી જોઇ આગળ દિવસ ધપાવું છું,
મળે મલકતો માસૂમ ચહેરો, જયારે ઘેરે આવું છું.
અમારા જીવનમાં કાયમનો ઉત્સવ થઇને આવ્યો,
ખિલખિલાટનો આખો દરિયો પલ્લવ થઇને આવ્યો.
દબાયેલા મસ્તીના રાગો એની સંગ રેલાવું છું.
જીવવાની બાકી રહી ગઇ’તી એ સઘળી ક્ષણ જીવ્યો,
એની સાથે રમવામાં હું મારું બચપણ જીવ્યો.
એમ લાગતું રમકડાં હું મારા માટે લાવું છું.
પત્ની જયારે પિયર જતી તો રાહ હું જોતો એની,
પહેલા જોતો રાહ એકની, હવે જોઉં છું બેની.
ધમાલ, મસ્તી, કલરવ વચ્ચે નોખા સપનાં વાવું છું.
કિરણસિંહ ચૌહાણ
Dear Kiranbhai,
Say “Happy Birthday” to Pallav
Thanks
From :
Parth Print Point “PARIVAR”
Ph. : 0261-2550517, 3925517, 3072939
પ્યારા પલ્લવને જન્મદિવસની શુભકામનાઓ…
અમારા જીવનમાં કાયમનો ઉત્સવ થઇને આવ્યો,
ખિલખિલાટનો આખો દરિયો પલ્લવ થઇને આવ્યો.
વાહ ભાઈ… તમારા નાનકાને છઠ્ઠા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
મારા બેટા આ પપૂડાઓ કેટલા જલ્દી મોટા થઈ જાય છે…! મારો પપૂડો પણ થોડા જ દિવસોમાં હવે આઠ વર્ષનો થઈ જશે…
વહાલા કીરણભાઈ,
આપના જીવનમાં કાયમનો ઉત્સવ “પલ્લવ”ને જન્મદીવસની હાર્દીક શુભકામનાઓ…
પલ્લવને જન્મદિવસની શુભકામનાઓ…
કિરણભાઈ….
પુત્રરત્ન પલ્લવને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ અને શતાયુ ભવ- આશીર્વાદ.
“તમને બન્નેને”
ખિલખિલાટનો આખો દરિયો, પલ્લવ મુબારક.
એક પરિવારના સભ્ય જેમ અમને તમારા પલ્લવિત ઉત્સવમાં સામેલ કર્યા એ બદલ આભાર અને આવકાર.
પલ્લવને જન્મદિનની શુભેચ્છા.
એક અદભુત કાવ્ય રચના…આનું નામ તે સાચું વાત્સલ્ય !
પ્રિય પલ્લવને જન્મદિન મુબારક હો…
subhechhao…
Happy Birthday to Pallav and congratulations to all three of you. Looking forward to read more such pieces from you….
ચિ. પલ્લવને વહાલપૂર્વક શુભેચ્છાઓ. મજાની વાત્સલ્યભરી રચના.
Happy Birhday to dear sweet Pallav….
દીકરા પલ્લવને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.
ફોટા પરથી લાગે છે મોટો કવિ થશે.
હું રાહ જોઉં છું એની કાવ્યરચનાની.
જનક નાયક