મિત્રો,
‘સાંનિધ્ય પ્રકાશન’ એ મારું વર્ષો જૂનું સ્વપ્ન હતું. જે હવે શરૂ થઇને બરાબર ગતિ કરી રહ્યું છે ત્યારે આ કાર્યમાં મને સહકાર આપનાર મિત્રોનો આજના મૈત્રીદિવસે હ્રદયપૂર્વક આભાર માનું છું.
‘સાંનિધ્ય પ્રકાશન’નું કાર્ય નિર્વિઘ્ને થતું રહે એ માટે એક યોજના અમલમાં મૂકી હતી ‘અડધી કિંમતે પુસ્તકપ્રાપ્તિ યોજના’. જે અંતર્ગત રૂ. ૫૦૦માં આજીવન સભ્ય થનાર મિત્રોને ‘સાંનિધ્ય પ્રકાશન’ દ્વારા પ્રકાશિત પુસ્તકો કાયમ માટે અડધી કિંમતે પ્રાપ્ત થશે. આ યોજનામાં અત્યાર સુધી ૩૧ મિત્રો લાગણીપૂર્વક જોડાઇ ચૂક્યા છે. મને આનંદ એ વાતનો છે કે મારા પર ભરોસો મૂકનાર આટલા બધાં મિત્રો છે!
આ રહ્યાં મારા એ મિત્રો….
૧. ડૉ. દિલીપ મોદી (જાણીતા કવિ અને માનીતા તબીબ)
૨. શ્રી નરેન્દ્ર સોલંકી (સાહિત્યરસિક શિક્ષક)
૩. શ્રી કમલેશ પટેલ (ખૂબ સારા વાર્તાકાર)
૪. શ્રી ખંડુભાઇ ચૌહાણ (કવિશ્રી)
૫. વિનોદભાઇ ગટોરવાળા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)
૬. શ્રી રમેશ પટેલ (જાણીતા કવિ અને નિબંધકાર)
૭. શ્રી ધ્રુવ પટેલ (શિક્ષક)
૮. શ્રી થોભણભાઇ પરમાર (જાણીતા કવિ અને શિક્ષક)
૯. શ્રી બાબાભાઇ મહેતા (કવિ અને ઉદ્યોગપતિ)
૧૦. ડૉ. વિવેલ ટેલર (વેબજગતના વ્હાલા કવિ)
૧૧. શ્રી નવીનચંદ્ર ઝાલા (કવિ, પત્રકાર)
૧૨. ડૉ. રઇશ મનીઆર (જાણીતા ગઝલકાર, સંચાલક અને બાળમનોવૈજ્ઞાનિક)
૧૩. શ્રી ભરતભાઇ પટેલ
૧૪. શ્રી અંકિત ત્રિવેદી (જાણીતા ગઝલકાર અને લોકપ્રિય સંચાલક)
૧૫. શ્રી અરવિદ મહેતા (જાણીતા આર્કિટેક્ટ અને સાહિત્યરસિક)
૧૬. શ્રીમતી યામિની વ્યાસ (જાણીતા કવયિત્રી, નાટ્યલેખિકા અને અભિનેત્રી)
૧૭. શ્રી કિરણ રોઝ (ઉભરતા કવિ)
૧૮. શ્રીમતી પ્રજ્ઞા વશી (જાણીતા કવયિત્રી, શિક્ષિકા)
૧૯. શ્રી ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’ (જાણીતા ગઝલકાર)
૨૦. મનિષ ઢીમર (સાહિત્યરસિક શિક્ષક)
૨૧. શ્રી નિકેશ સંઘવી (જાણીતા ગાયક, સ્વરકાર)
૨૨. શ્રી દિલીપ રાવલ (જાણીતા કવિ, નાયલેખક અને અભિનેતા)
૨૩. શ્રીમતી માલા શાહ (સાહિત્યરસિક શિક્ષિકા)
૨૪. શ્રી મહેશ દાવડકર (જાણીતા ગઝલકાર અને ચિત્રકાર)
૨૫. શ્રી ધર્મેશ સુરતી (સાહિત્યરસિકમિત્ર)
૨૬. શ્રી જિતેન્દ્ર ભાવસાર (ઉભરતા ગઝલકાર)
૨૭. શ્રી શૌનક પંડયા (લોકપ્રિય ગાયક અને સ્વરકાર)
૨૮. શ્રીમતી સ્મિતા પારેખ (કવયિત્રી અને વાર્તાકાર)
૨૯. શ્રી સુરેશ વિરાણી (જાણીતા ગઝલકાર અને સંચાલક)
૩૦. શ્રી ફયસલ બકીલી (કવિ અને પત્રકાર)
૩૧. શ્રીમતી સંધ્યા ભટ્ટ (જાણીતા કવયિત્રી)
દોસ્તો, આપ પણ આ યોજનાનો લાભ લઇ ‘સાંનિધ્ય પ્રકાશન’ને બળ પૂરું પાડવા ઇચ્છતા હો તો રૂ. ૫૦૦ ચેકથી અથવા મ.ઓ.થી નીચેના સરનામે મોકલી શકો છો. આપને ટપાલથી રસીદ અને સભ્ય કાર્ડ મોકલી આપવામાં આવશે.
૧૦૦. શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, પાલનપુરગામ રોડ, સુરત–૯
મો. ૯૩૭૪૭ ૩૭૪૦૯
આ યોજના અંગે કાંઇ પણ પૂછવું હોય તો ફોન પર અથવા ઇ–મેઇલ દ્વારા આપ પૂછી શકો છો.
khc150@gmail.com