મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!
નિખાલસ ગુફ્તગૂ ને શબ્દમય વાતાવરણ માટે,
ગઝલનો બાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે.
તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.
ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.
સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!
કિરણસિંહ ચૌહાણ
superb ghazal !
ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.
best sher of the ghazal !
wah !
વાહ કિરણભાઈ,
સુંદર ગઝલ થઈ છે, ૩ અને ૪ શેર લાજવાબ બન્યા છે
આમ તો, આખી ગઝલ બદલ અભિનંદન.
સરસ ગઝલ કિરણસિંહ. પોતાની ઇચ્છાથી ડગી પણ ના શકતો પર્વત તણખલા સામે ખુદ તણખલા જેવો લાગે છે. . . અને આપણે સૌ જાણે મરણ માટે જ જીવતા હોઈએ એવું લાગે છે.
અભિનંદન.
વાહ મજા આવી ગઈ… ખૂબ જ સ-રસ ગઝલ.
અભિનંદન, કિરણભાઈ.
બધા જ શેરો ગમી ગયા, પરંતુ આ જરા વધુ ગમી ગયો…
તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે…..
સુંદર ગઝલ !
અભિનંદન !
માણસ હોવાની ઘટનાને નિખાલસ શબ્દ અને ભાવે રજુ કરી છે, ગમ્યુ.
‘મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,….
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!
મળો મને @
http:/himanshupatel555.wordpress.com
આભાર પધારવા બદલ.
હિમાન્શુ
તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.
ati sunder…….. apna blog upar padhari ne ghanoj anand thayo………
aapnu hridaythi swagat che…….Padharo…..
http://piyuninopamrat.wordpress.com/
સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!
waah… kya baat…Nice gazal..
વાહ… ક્યા બાત હૈ, કવિ!
આખી ગઝલ સંતર્પક થઈ છે… મજા આવી ગઈ…
ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.
બહોત ખુબ … ગઝલના બધા જ શેર મજાના થયા છે.
સરસ ગઝલ..
બધા જ શેર માણવાલાયક છે.