ન પૂરાં થાય એ અરમાન નહિ આપું,
હ્રદયના સાગરે તોફાન નહિ આપું.
બધી વાતોને હૈયે સ્થાન નહિ આપું,
ને તારી યાદ પર વ્યાખ્યાન નહિ આપું.
હું હારીશ એમાં તો બિલકુલ નથી શંકા,
પરંતુ જીત કંઇ આસાન નહિ આપું.
તને હું સૂર આપું, શબ્દ પણ આપું,
સમજવા માટે મારી સાન નહિ આપું.
મને મારી જ એકલતાએ શિખવ્યું છે,
તને હું કોઇ પળ વેરાન નહિ આપું.
કિરણસિંહ ચૌહાણ
હું હારીશ એમાં તો બિલકુલ નથી શંકા,
પરંતુ જીત કંઇ આસાન નહિ આપું.
very well said …
good 1 kiranbhai…….
મને મારી જ એકલતાએ શિખવ્યું છે,
તને હું કોઇ પળ વેરાન નહિ આપું…..આખી સરસ ગઝલમાં આ ગમ્યું.
સાદ્યંત સુદર ગઝલ… અભિનંદન કિરણકુમાર.
મને મારી જ એકલતાએ શિખવ્યું છે,
તને હું કોઇ પળ વેરાન નહિ આપું…….. beautiful….!