તને સાઇકલ સાથે આપું છું વાદળ,
જજે એક દિવસ તું મારાથી આગળ.
હવે લખજે એને તું તારી જ રીતે,
તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ.
ક્ષમા, નીતિ, શ્રદ્ધા, સમર્પણ અને સત્,
કદી ના ખુટાડીશ આત્માનાં અંજળ.
અદેખાઇ, ઘૃણા છે નબળા હરીફો,
રહે તું ગતિમય, તો રહે સઘળું પાછળ.
કદી વારસાની અપેક્ષા ન રાખીશ,
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ.
કિરણસિંહ ચૌહાણ
ખૂબ સરસ ગઝલ.
કદી વારસાની અપેક્ષા ન રાખીશ,
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ…આ શેર વધુ ગમ્યો.
કદી વારસાની અપેક્ષા ન રાખીશ,
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ.
પિતાની પુત્રને અમૂલ્ય શીખ..
સરસ રચના.
આખી ગઝલ સર્વાંગ સુંદર… પિતા તરફથી પુત્રને ખૂબ જ સુંદર અને જીવનપર્યંત કામ લાગે એવી શીખો મળી છે… ગઝલ ખૂબ જ ગમી.
અભિનંદન કિરણભાઈ!
વાહ સરસ ગઝલ…
કદી વારસાની અપેક્ષા ન રાખીશ,
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ….કયા બાત..
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ.
સરસ વસિયતનામું. લોકો ઇકોતેર પેઢી ચાલે એટલું ધન મૂકી જવાના વાહિયાત પ્રયત્નોમાં વંશજોને પણ વેડફી મારતા હોય છે. જીવન કોરા કાગળ જેવું જ છે. કાગળ કોરો હોય ત્યારે જ કોઈ પોતીકી વાત લખેને. આપણે આપણી આશા અપેક્ષા એષણાઓની ચિતરામણવાળો કાગળ કોઈને શા માટે આપીએ. આ શેર સરસ છે પણ ગુજરાતીમાં કાગળ પું છે એટલે – તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ – વ્યાકરણની રીતે આમ હોવું જોઈએ. છેલ્લા શેરમાં પરોઢે પરોઢે નવું હોય ઝાકળ-માં ઝાકળ રદીફ શ્લેષ તરીકે અર્થઘન છે. અહીં ઝાકળ વારસાની ક્ષણભંગુરતા વ્યંજિત કરે છે તો નવી પરોઢે નવું મળી રહેવાની ચિરંતર આશાને પણ વ્યંજિત કરે છે.
વાહ સરસ મજા આવી ગઈ !
કદી વારસાની અપેક્ષા ન રાખીશ,
પરોઢે પરોઢે નવું હોય ઝાકળ
પુત્રને સાચી શીખામણ ! પગ ઉપર ઉભા રહેવાની અને કોઈ વારસાની અપેક્ષા નહિ રખવાની !
અભિનંદન્
સ-સ્નેહ
અરવિંદ્
પારગીસાહેબ, મારી ભૂલ પ્રત્યે તમે મારું ધ્યાન દોર્યું એ ખૂબ ગમ્યું. મેં એ પ્રમાણે સુધારી લીધું છે. આભાર. તમારી પાસે અને અન્ય મિત્રો પાસે આવા સહકારની અપેક્ષા હંમેશા રહેશે.
Putra ne sada tena jivan ma unchch shikhar sar karato jovani ichchha rakhavavala pita taraf thi ek putra ne aanathi vadhare kai shikh ke varso hoij na sake. Naman chhe kiranbhai tamari atmasfurna ne. khub saras.
ખૂબ સુંદર ગઝલ…..!
સરસ સાચી શીખામણ વારસામાં … !!
DEAR FRIEND
REALY WHAT EVER U WRIGHT
I FEEL THAT IS MY FEELINGS
ખૂબ સુંદર ગઝલ…..!