આજે સુરતમાં સાહિત્યસંગમના ઉપક્રમે એક તરહી મુશાયરાનું આયોજન થયું હતું. જેમાં અપાયેલ પંક્તિ ‘યાદ હું પળ પળ કરું છું તે ગમે છે ને ?’ પરથી આજે સવારે જ રચાયેલી ગઝલ આપ સૌ દોસ્તો માટે અહીં મૂકું છું.
યાદ હું પળ પળ કરું છું તે ગમે છે ને !
આટલાથી પણ હ્રદય હળવું બને, હેં ને !
તારી સામે મારી હાલત કૈંક આવી છે,
બાળ મુંઝાયેલું બોલે, ‘ છે ને..તે છે ને…’
મૌનની રંગોળી છે બંનેના હોઠો પર,
બેઉની આંખો કહે છે ‘ એ..ઇ કંઇ કહે ને !’
તું મને પ્રત્યુત્તરો આપે ન આપે પણ,
એટલું કહે ‘ મારા મૅસેજ તો મળે છે ને !’
હા મેં તારી ઊંઘ ચોરી છે, અને તું… હેં…!
આંખમાં સપનું મૂકી ભાગી જતી તે ને !
કિરણસિંહ ચૌહાણ
hi fine ghazal….. have a muktak on friendship
KEVAL HAATH MILAANE SE HI MITRA BANENGE ?
KEVAL RANG AUR REKHAA SE CHITRA BANENGE /
SAB SE PEHLE APNE APNE MAN ME THAANE;
MAN MANDIR KIS TARAH SE YE PAVITRA BANENGE ?!
BAKULESH DESAI SURAT
EST ISHIZ & CONGRA. ON FR SHIP DAY…..
હળવીફૂલ ગઝલ.
મૌનની રંગોળી છે બંનેના હોઠો પર,
બેઉની આંખો કહે છે એઈ કંઈ કહે ને.
ખૂબસૂરત શેર. અહીં એઈ-નો લહેકો કેટલું બધું મૌનમાં કહી દે છે.મૌનની અવસ્થામાં જ આવું સંભવી શકે.
wah Kiranbhai,
Kya baat hai!!!! It’s really very simple & live creation. I like your creations just coz of this reason. tame vaat ne jetle sahajta thi raju karo chho e tmari specuality mane game chhe.
અમેરિકામાં તમારી ગઝલ વાંચીને આનંદ. તરહી મુશાયરામાં ભાગ લેવા માટે ઊડીને સૂરત આવવાનું મન થાય છે.
જનક નાયક
મૌનની રંગોળી છે બંનેના હોઠો પર,
બેઉની આંખો કહે છે ‘ એ..ઇ કંઇ કહે ને !’
sarasa gazala ane abhaivyakti pan aanana appi jay che, gujarati type board blog upar muko to ghanu badhu lakhi shakay
મૌનની રંગોળી છે બંનેના હોઠો પર,
બેઉની આંખો કહે છે ‘ એ..ઇ કંઇ કહે ને !’
વાહ.. સરસ પંક્તિઓ..
તું મને પ્રત્યુત્તરો આપે ન આપે પણ,
એટલું કહે ‘ મારા મૅસેજ તો મળે છે ને !’
સરસ.
હા મેં તારી ઊંઘ ચોરી છે, અને તું… હેં…!
આંખમાં સપનું મૂકી ભાગી જતી તે ને !
chhe ne !!
tame wali pachhi ek sundar gazal rachi, chhe ne !!
pehli war wanchata j gami jay evi chhe ne !!
bolo, chhe ne.
🙂
સાદ્યંત સુંદર ગઝલ… બોલચાલના કાકુને સરસ રીતે નિભાવ્યો છે… મજા આવી…
સુંદર ગઝલ !
Vah ! bahu saras !
વાહ્…. સરસ ગઝલ !!
તમારા જ શબ્દો યાદ આવે છે –
ભલે લોકો કહે છે કે શબ્દ છું હું શિષ્ટ ભાષાનો,
તમારા લાગણીમય તળપદા ઉચ્ચાર જેવો છું.
એટલેકે,
આ બોલચાલનાં તળપદા શબ્દો છે ને !
પડઘાતી તારી લાગણી તે જ ને !
યાદ હું પળ પળ કરું છું તે ગમે છે ને !
આટલાથી પણ હ્રદય હળવું બને, હેં ને !
તારી સામે મારી હાલત કૈંક આવી છે,
બાળ મુંઝાયેલું બોલે, ‘ છે ને..તે છે ને…’
મૌનની રંગોળી છે બંનેના હોઠો પર,
બેઉની આંખો કહે છે ‘ એ..ઇ કંઇ કહે ને !’
તું મને પ્રત્યુત્તરો આપે ન આપે પણ,
એટલું કહે ‘ મારા મૅસેજ તો મળે છે ને !’
હા મેં તારી ઊંઘ ચોરી છે, અને તું… હેં…!
આંખમાં સપનું મૂકી ભાગી જતી તે ને !
saras !!
WIRE JOJE…
HASYA KAVITA NO SUNDER NAMUNO.. !!
AAPNE ICHCHHIYE KE E wire AAVO NE AAWO J RAHE !!
TRIJAA SHER NO PAHELO MISRO BIJI VAAR JOVAA VINANTI….
01 GURU GHATE CHHE ? sorry if u r offended.
KEEP IT UP ALWAZ !!