બે વાતોનો ખર્ચો કરીએ,
કોઇ પણ રીતે જલસો કરીએ.
નથી જવું તો ચિંતા છોડો,
જવું જ છે તો રસ્તો કરીએ.
ગફલત થઇ ને લપસ્યો એ તો,
આવો, એને બેઠો કરીએ.
વૃક્ષોને એમ જ સાચવીએ,
જેમ દીકરાને મોટો કરીએ.
ખૂબ મઝાનો વિચાર આવ્યો,
આવ્યો છે તો વહેતો કરીએ.
કિરણસિંહ ચૌહાણ
વાતો ખર્ચીને ( કરીને ) જલ્સો કરવાની વાત ગમી…. !!
નથી જવું તો ચિંતા છોડો,
જવું જ છે તો રસ્તો કરીએ. વાહ્… ક્યા બાત હૈ !!
સરળ બાનીમાં સી… ધી બાત !!
સરળ, સીધી, સોંસરી ઉતરી જાય તેવી બાની ગમી.
વાહ કિરણભાઈ!
એક સાથે કેટલું વણી લીધું આ ટૂંકી બહર અને અભિવ્યક્તિના તાંતણે !
સુંદર વિચારને વ્હેતો મૂકી સરસ ગઝલ આપી અમને,માણવા અને જાણવા…..
-અભિનંદન.
કવિના સ્વમુખે સાંભળેલી ખુમારીદાર ગઝલ… કવિના મિજાજને હૂબહૂ ચાક્ષુસ કરી આપે છે !
ગફલત થઇ ને લપસ્યો એ તો,
આવો, એને બેઠો કરીએ.
વાહ!
મસ્ત મજાની હળવી ગઝલ…!
very very good. made me feel bliss.
વાહ બાપુ વાહ! શું ખર્ચો કર્યો છે! અમને તો જલસો પડી ગયો.
નથી જવું તો ચિંતા છોડો,
જવું જ છે તો રસ્તો કરીએ.
તૈયાર રસ્તે તો બધા ચાલે. આ તો કેડી કંડારવાની વાત. તે પણ અદ્-ભુત રીતે કંડારી. કોઈને પણ ચાલવાની ઇચ્છા થાય!
સરળ બાનીંમાં સોંસરી ઊતારી જાય એવી ગઝલ.
કોઈ પણ રીતે જલસો કરવાની વાત સુરતીલાલા જ કરી શકે. સરસ ગઝલ.
SURATI MIJAAJNI SARAS GAZAL………..
Very nice Gazal! Enjoyed all shers of the gazal!!
Sudhir Patel.
ગફલત થઇ ને લપસ્યો એ તો,
આવો, એને બેઠો કરીએ.
saras gazal ! bahut khub
hi ! navi ghazal vanchi saras chhe saam saame chaalnr maate ATAR kdi kam na j hoy.
maru kavya vaachan & intrviu record karvaa maate thnx 9 jan 11 a m surat fm saambhalsho ne ?