મિત્રો,
દિવાળીની અઢળક શુભકામનાઓ સાથે આજે જ રચાયેલું એક તાજજું ગીત ખાસ આપના માટે.
ટમટમતો એક દીવો,
કહે કે મારા સાંનિધ્યમાં જિવાય એટલું જીવો.
બેસી રહેવાથી પણ અહિયાં વપરાશે બહુ તેલ,
જીવનમાં કૈં રમ્ય પળોની કરીએ રેલમછેલ.
સદાય ભીતર ફરતો રાખો મન નામે મરજીવો.
કેટકેટલા સમયના ટુકડા રહી ગયા છે કોરા,
મારી દિવેટમાંથી લઇ લો જોઇએ એટલા દોરા.
કાળઘસરકે ફાટી ગયેલી ઘટનાઓને સીવો.
કિરણસિંહ ચૌહાણ
વાહ કિરણભાઈ,
સુંદર રચના થઈ છે.
અંતિમ બંધ વધારે ગમ્યો.
સહુને સાલ મુબારક.
ખૂબ સુંદર ગીત..
ટમટમતા દીવાના સાંનિધ્યમાં જીવવાની વાત યાને મનના મરજીવાને સતત ફરતો રાખવાની વાત…! કાળના ઘસરકે ફાટી ગયેલી ઘટનાને સીવવાની વાત સ્પર્શિ ગઈ. અભિનંદન.
Khub sunder rachanaa..Kiranbhai, Abhinandan.
કેટકેટલા સમયના ટુકડા રહી ગયા છે કોરા,
મારી દિવેટમાંથી લઇ લો જોઇએ એટલા દોરા.
કાળઘસરકે ફાટી ગયેલી ઘટનાઓને સીવો.
સરસ !
સાલમુબારક !
બેસી રહેવાથી પણ અહિયાં વપરાશે બહુ તેલ,
જીવનમાં કૈં રમ્ય પળોની કરીએ રેલમછેલ.
સદાય ભીતર ફરતો રાખો મન નામે મરજીવો.
કહે કે મારા સાંનિધ્યમાં જિવાય એટલું જીવો.
બહુ સરસ.
નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષાભિનંદન… ! સુંદર ગીત.. !!
નૂતન વર્ષાભિનંદન, કિરણભાઈ…
સુંદર મજાનું અજવાળાં પાથરતું ગીત…
Waah…. khub j sa-ras majaanu geet…!
સાલમુબારક !