સતત મળવું હવે ટાળો,
કદી રાખી જુઓ ગાળો.
અહીં તો રેતનો દરિયો,
અહીં શું કાંકરીચાળો !
આ થડને વૃક્ષ કહેવાશે ?
જરૂરી હોય છે ડાળો.
તમારા ખુદનાં જીવનમાં,
તમારો કેટલો ફાળો ?
નથી દુઃખ કાયમી કોઈ,
નકામો જીવ ના બાળો.
કિરણસિંહ ચૌહાણ
જુલાઇ 7, 2009 kiransinh chauhan દ્વારા
સતત મળવું હવે ટાળો,
કદી રાખી જુઓ ગાળો.
અહીં તો રેતનો દરિયો,
અહીં શું કાંકરીચાળો !
આ થડને વૃક્ષ કહેવાશે ?
જરૂરી હોય છે ડાળો.
તમારા ખુદનાં જીવનમાં,
તમારો કેટલો ફાળો ?
નથી દુઃખ કાયમી કોઈ,
નકામો જીવ ના બાળો.
કિરણસિંહ ચૌહાણ
વાહ… ટૂંકી બહેરની સુંદર મજાની ગઝલ… બધા જ સરળ, સહજ અને ગહન અશઆર… બધા જ ગમી ગયા. અભિનંદન.
બે મિલન વચ્ચે ગાળો જેટલો વધુ તેટલી પુનઃમિલનની ઉત્કંઠા તીવ્ર અને પુનઃમિલનનો અનેરો આનંદ…આ વાત નાનકડી બે પંક્તિઓમાં સહજતાથી ઉપસાવી છે.
સરસ ગઝલ.. અભિનંદન મિત્ર.
sarasa gazal ABHINADAN
Good one Kiranbhai, બે શેર તો ખૂબ જ સરસ છે.
સતત મળવું હવે ટાળો,
કદી રાખી જુઓ ગાળો
અને ખાસ તો,
તમારા ખુદનાં જીવનમાં,
તમારો કેટલો ફાળો ?
સરસ ગઝલ..
અભીનંદન…
સરસ ગઝલ.
Indeed Insightful, congrats!
bahut khub ! kabile dad !
અદભુત ગઝલ… તમારા જીવનમાં તમારો શો ફાળૉ છે વાળી વાત ફરીથી ખૂબ જ સ્પર્શી ગઈ…
નથી દુઃખ કાયમી કોઈ,
નકામો જીવ ના બાળો.
સરસ ગઝલ.
Enjoyed your nice Gazal!
Sudhir Patel.
તમારા ખુદનાં જીવનમાં,
તમારો કેટલો ફાળો ?
Nice Sher !
સતત મળવું હવે ટાળો,
કદી રાખી જુઓ ગાળો.
જીબ્રાનની વાત – Let there be spaces in your togetherness – યાદ આવી ગઈ.
ગુજરાતી બ્લોગ જગત માં તમારું હાર્દિક સ્વાગત છે. તમે ખુબ સરસ લખો છો!!
તમારા મુકતકો અને કાવ્યોથી આપ જાણીતા છો, હવે તમે તમારો પોતાનો બ્લોગ બનાવ્યો તેથી તમારી કલમ દ્વારા વિશેષ વાંચન મળશે તેમાં કોઈ શક નથી !!
ખુબ જ સરસ ગઝલ !!
અહીં તો રેતનો દરિયો,
અહીં શું કાંકરીચાળો !
મારા ખુદનાં જીવનમાં,
તમારો કેટલો ફાળો ?
નથી દુઃખ કાયમી કોઈ,
નકામો જીવ ના બાળો.
-પ્રવિણ કે.શ્રીમાળી