મિત્રો,
‘સાંનિધ્ય પ્રકાશન’ના કાર્યને આપ સૌએ બિરદાવ્યું એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા ઘણા મિત્રોને એવી ચિંતા સતાવી રહી છે કે આ પ્રકાશન પ્રવૃત્તિમાં હું મારી સર્જન પ્રવૃત્તિ ભૂલી ન જાઉં. પણ હું મારા મિત્રોને એવી ફરિયાદનો મોકો નહીં જ આપું એની બાહેંધરીરૂપે આ ગઝલ…
તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.
આંખ, હોઠ ને હ્રદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.
આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!
જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.
સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!
કિરણસિંહ ચૌહાણ
સરસ ભાવવાહી રચના થઈ છે કિરણભાઇ…
સાંનિધ્ય પ્રકાશનમાં વ્યસ્ત થશે એ પ્રકાશક કિરણ હશે, ગઝલ/કવિતાના કર્તા કવિ કિરણ ચૌહાણ તો પોતાના કવિકર્મમાં જ વ્યસ્ત અને મસ્ત રહેવા જોઇએ…..અને રહેશે જ ખરૂંને…?
ચોક્કસ મહેશભાઇ, આપની સ્નેહાળ લાગણી સરઆંખો પર.
તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા..
ખૂબ સરસ ગઝલ.
mazaa avi gayi..
કયા શેરને અહીં ટાંકું-? ગઝલના બધા શેર તગડા છે. મઝા આવી ગઇ મારી ફાઇલમાં Save કરી લીધી છે. અભિનંદન>
આવું ને આટલું જીવવા મળે તે તો સદ્ભાગ્ય જ. સર્જક તો ક્ષણને જીવનારો જીવ.
સરસ અને મનભર કૃતિ.
vaaaah ..
maja avi gai ! 🙂
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.
સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!
કિરણસિંહ ચૌહાણ
વાહ! જીંદગીને એક એક શેરમાં મસ્ત રીતે બહેલાવી કિરણભાઈ.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
તારા વિના જગ સૂનું….રમેશ પટેલ(આકાશદીપ)
–Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
Saras kavita. Khumarithi jivvani vat saras rite kahevaee chhe.
Janak Naik
Nice Gazal with 3 beautiful matlas.
aha 🙂
[…] સાંનિધ્ય […]